ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરને નશાની હાલતમાં થાર કારમાં હથિયાર સાથે ઝડપ્યો, રૂ. 13.72 લાખના મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને માહિતી મળી હતી કે શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ ઉર્ફે હજી ઇમરાનશા કરીમશા દિવાન થાર કારમાં ગેરકાયદેસર હથીયાર  લઇને ફરે છે

New Update
Bharuch Crime Branch
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને માહિતી મળી હતી કે શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ ઉર્ફે હજી ઇમરાનશા કરીમશા દિવાન એક થાર ફોરવ્હીલ કાર નંબર GJ 16 DC 6037માં ગેરકાયદેસર હથીયાર  લઇને ફરે છે જેના આધારે  મારવાડી ટેકરા ખાતેથી થાર ફોરવ્હીલ કાર સાથે નશો કરેલી હાલતમાં હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશા કરીમશા દિવાનને પકડી પાડી તેની પાસેની થાર ગાડીના ડ્રોવરમાંથી હાથ બનાવટની એક પિસ્ટલ  મેગ્ઝીન લગાવેલી લોડેડ હાલતમાં જીવતા ૦૨ કાર્ટીઝ સાથે કબ્જે કરવામાં આવ્યા હતા ત્યારબાદ હનીફ ઉર્ફે હજુ તથા તેનો ભાઇ નવાબ ઉર્ફે નબ્બુ બન્ને  બુટલેગર્સ હોય અને તેના ઘરે પ્રોહી મુદ્દામાલ હોવાની શક્યતાઓ હોય જેથી ટીમ સાથે તેઓના ઘરે તપાસ કરતા નબ્બુ તથા અન્ય એક ઇસમ હાજર મળી આવ્યા હતા અને તેમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સીલબંધ બોટલ તથા વિદેશી દારૂની ડીલીવરી કરવા  ઉપયોગમાં લેવાતી 4 બાઈક અને થાર ગાડી મળી કુલ ૧૩,૭૨,૦૦૦/-નો  મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશનના અનેક ગુના નોંધાયા છે.
Latest Stories