નર્મદા-ભરૂચ સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ "ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ એવોર્ડ" થી સન્માનિત

New Update
નર્મદા-ભરૂચ સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ "ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ એવોર્ડ" થી સન્માનિત

નર્મદાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત હાલ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કરી છે.એવોર્ડ મળવાના સમાચારથી નર્મદા સુગર પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે,ખેડૂતો અને કર્મચારીઓને જોડી એક સુંદર આયોજન કરી ઉંચી ગુણવત્તા વાળું પીલાણ કરતી નર્મદા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામ પટેલને "ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ"રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા છે.ધી સુગર ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વાર 77 માં એન્યુઅલ કન્વેશનલ દ્વારા જાહેર કાર્યક્રમમાં આગામી 17 મી જૂને દિલ્હી ખાતે આ એવોર્ડ ચેરમેન ઘનશ્યામ પટેલને આપવામાં આવશે.

નર્મદા સુગર એકદમ ઉત્તમ કોલેટીની ખાંડ બનવવાની સાથે એ ખાંડ વિદેશોમાં પણ એક્ક્ષપોર્ટ થાય છે.ત્યારે અહીંયા જેના ઉત્પાદનમાં કોઈપણ ક્ષતિ વગર ખાંડનું ઉત્પાદન કરાયુ છે.જેમાં ચેરમેન,એમડી અને ચીફ ટેક્નિશ્યન સહીત વ્યવસ્થાપક કમિટીને એકસાથે થઇ સુંદર કામગીરી કરી આ એક્સલન્સ ઇન્ડ્રસ્ટ્રીમાં ભારતમાં મોખરે આવી છે.જેનો મુખ્ય શ્રેય ચેરમેન ઘનસ્યામ પટેલને જાય છે.તેમના સુંદર આયોજન અને વહીવટ થકી આ એવોર્ડ મળ્યો છે,11 રાષ્ટ્રીય એવોર્ડ અને 4 રાજ્ય કક્ષાના એવોર્ડ સાથે આ 15 મોં એવોર્ડ નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના નામે છે.

સુગર ટેકનોલોજી એસોસિએશન ઓફ ઇન્ડિયાને ભારત સરકારે વિજ્ઞાન અને ઇન્ડસ્ટ્રીયલ વિષયો પર સંશોધનો કરવા માટે બનાવી છે.આ સંસ્થા એવા વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરે છે જેણે સુગર ઇન્ડસ્ટ્રીઝના વિકાસમાં શ્રેષ્ઠતા બતાવી હોય.આ વર્ષે સુગર ટેકનોલોજી એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ એવોર્ડ માટે નર્મદા-ભરૂચ જિલ્લાના સહકારી આગેવાન અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામ પટેલની પસંદગી કરી છે જે નર્મદા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય.

Latest Stories