Connect Gujarat
ગુજરાત

પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામ પાસે ડમ્પર પાછળ ટ્રક ઘૂસી જતા ૧નું મોત

પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામ પાસે ડમ્પર પાછળ ટ્રક ઘૂસી જતા ૧નું મોત
X

ને.હાઇવે નંબર ૪૮ પર ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામ પાસે ડમ્પર પાછળ ટ્રક ઘૂસી જતા એક વ્યક્તિનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના રાજપારડીથી મેટલ ભરીને આમોદ તાલુકાના માતર ગામે જઇ રહેલા ડમ્પર નંબર જીજે - ૧૬ - ૦૫૨૮ પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામ નજીકથી પસાર થઇ રહ્યું હતું ત્યારે અચાનક ડમ્પરનું આગળનું ટાયરમાં પંકચર પડતા ડમ્પર ચાલકે ડમ્પર રોડ પર ઉભુ કરી દિધુ હતું.એક જ ટ્રાન્સપોર્ટના આગળ ચાલી રહેલા અન્ય ડમ્પરના ચાલક સહદેવ વસાવા રહે. રજલવાડા તા. ઝઘડીયા જિ. ભરૂચ નાઓ પંકચર થયેલા ડમ્પર ચાલકની મદદે ગયા હતા અને ડમ્પરનું ટાયર બદલી રહ્યા ત્યારે ભીવંડીથી કોટનનું કાપડ ભરી જઇ રહેલી ટ્રક નંબર જી જે - ૦૧ - ઇ ટી - - ૩૦૫૮ પાછળથી ધડાકાભેર ડમ્પર પાછળ ઘૂસી જતા સહદેવભાઇના પેટના ભાગે ડમ્પરનું ટાયર ચડી જતા સહદેવભાઇનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે ડમ્પર પાછળ ઘૂસી ગયેલા ટ્રકના ચાલક પરવેજ અબ્બાસ ખાન યુ પી નાઓને પગના ભાગે ઇજા થતા ૧૦૮ દ્વારા પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કે ધડાકાભેર ડમ્પર પાછળ ઘૂસી ગયેલા ટ્રકની કેબિન સેન્ડવીચ બની જવા પામી હતી. અકસ્માતને પગલે વાહનવ્યવહારને પણ અસર થવા પામી હતી. અકસ્માતની જાણ થતા એલ એન્ડ ટી ની ક્રેઇને ઘટના સ્થળે પહોંચી ડમ્પર પાછળ ઘૂસી ગયેલી ટ્રકને અલગ કરવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કરવાની કામગીરી હાથ ધરી હતી.

Next Story
Share it