Connect Gujarat
ગુજરાત

ભરુચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની યોજાઇ બેઠક : ૬ જુલાઈથી શરૂ થતા સંગઠન પર્વ અંગે કરાઇ સમીક્ષા

ભરુચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની યોજાઇ બેઠક : ૬ જુલાઈથી શરૂ થતા સંગઠન પર્વ અંગે કરાઇ સમીક્ષા
X

ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હૉલ ખાતે ભરુચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંગે વિશેષ બેઠક યોજાઇ હતી.

સમગ્ર બેઠક દરમિયાન પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને સંગઠન પર્વના પ્રેદેશન સંયોજક ભાર્ગવ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર તા. ૬ જુલાઈથી શરૂ થતા સંગઠન પર્વની આજરોજ બેઠક દરમિયાન સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેવી રીતે સહભાગી થઈ કામ કરશે તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ભરુચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ અપેક્ષિત કાર્યયકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story