/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/02-copy-2.jpg)
અનિયમિત બસ સેવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી
150 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ બસ હોવાના આક્ષેપ
ભરૂચના દયાદરા ગામે આવેલ શાળાના વિદ્યાર્થીઓએ અનિયમિત બસ સેવાથી કંટાળી દેરોલ ગામ નજીક 5 જેટલી એસ.ટી.બસ અટકાવી વિરોધ પ્રદર્શન કરતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
રાજ્ય સરકાર છેવાડાઓના ગામડામાં શિક્ષણ માટે પૂરતી સુવિધાના દાવા ભલે કરતી હોય પરંતુ ભરૂચ જિલ્લામાં તસ્વીર કઈક જુદી જ છે.ભરૂચ તાલુકાના દયાદરા ગામે આવેલ હાઈસ્કૂલમાં આસપાસના ગામના 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ અનિયમિત બસ સેવાના કારણે વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ જઈ શકતા નથી અને ઘરે પણ પહોંચી શકતા નથી.
વારંવારની રજૂઆતો છતાં પણ એસ.ટી.બસ નિયમિત ન આવતા આજે વિધાર્થીઓએ ધીરજ ગુમાવી હતી અને ભરૂચ જંબુસર સ્ટેટ હાઇવે પર 5 જેટલી બસ અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના કારણે ગામના આગેવાનો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા.
વિરોધ પ્રદર્શનના પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે 150 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 જ એસ.ટી.બસ આવે છે અને એ પણ ખખડધજ હાલતમાં હોય છે ત્યારે તેઓએ જીવન જોખમે મુસાફરી કરવી પડે છે.વારંવારની રજૂઆતો છતાં એસ.ટી.વિભાગ દ્વારા બીજી બસની ફાળવણી નથી કરાતી જેનો ભોગ તેઓએ બનવું પડે છે