ભરૂચની વિદ્યાર્થીનીએ યુદ્ધ જહાજની કૃતિ બનાવીને દેશ સેવા અર્થે નેવીમાં કારકિર્દી ઘડવાની શરૂઆત કરી

New Update
ભરૂચની વિદ્યાર્થીનીએ યુદ્ધ જહાજની કૃતિ બનાવીને દેશ સેવા અર્થે નેવીમાં કારકિર્દી ઘડવાની શરૂઆત કરી

ભરૂચની 13 વર્ષીય વિદ્યાર્થીનીએ કાર્ડ બોર્ડમાંથી યુદ્ધ જહાજ બનાવીને નેવમાં કારકિર્દી ઘડીને દેશ સેવાની ખેવના વ્યક્ત કરી હતી.

ભારત દેશની પાડોશમાં આવેલા દેશો દ્વારા કરવામાં આવતા હુમલાઓ અને યુદ્ધની પરિસ્થિતિના કારણે જળ જમીન અને આકાશ ત્રણેય માર્ગોને કિલ્લેબંધી સુરક્ષા પુરી પાડવામાં આવી છે. અને વર્તમાન પરિસ્થિતિને જોતા બાળકોમાં પણ દેશ સેવા અર્થે કંઈક કરી છૂટવાની ભાવના ઉજાગર થઇ રહી છે, અને ભરૂચની 13 વર્ષીય દીકરીએ તો દેશ સેવાના ડગ પણ માંડવાની શરૂઆત કરી દીધી છે.

ભરૂચના રહીશ અને પત્રકાર ભરત ચુડાસમા અને તારીકાબહેનની 13 વર્ષીય દીકરી ખુશી ચુડાસમા એ સ્થાનિક શાળામાં ધોરણ 7 સુધીનો અભ્યાસ ભરૂચમાં કર્યો હતો, પરંતુ બાળપણ થી જ દેશ સેવા કરવાની ખેવના ધરાવતી ખુશીએ પોતાની કારકિર્દી નેવી ક્ષેત્રે ઘડવાનું સ્વપ્ન સેવ્યુ હતુ, અને માતાપિતાને આ અંગે વાત કરતા તેની ઈચ્છાને અવગણવાના બદલે દીકરીની ઈચ્છાને પ્રાધાન્ય આપીને તેણીને નાસિક ખાતે આવેલ ભોંસલે મિલિટરી સ્કુલ ગર્લ્સ ખાતે અભ્યાસ અર્થે મુકી છે.

તાજેતરમાં જ ખુશી ચુડાસમાએ કાર્ડ બોર્ડ માંથી એક સુંદર વોરશિપ બનાવ્યુ હતુ જે ની ભેટ ખુશીએ શાળાના પ્રિન્સિપાલ ને આપી હતી અને ખુશીની દેશ સેવા પ્રત્યેની લગનને જોતા શિક્ષક ગણે તેણીના આ એક નાની કૃતિના રૂપી યુદ્ધ જહાજ ને સહજ રીતે સ્વીકારીને પ્રોત્સાહન પૂરુ પાડયુ હતુ.

ભારત સરકાર બેટી બચાવો અને બેટી ભણાવોના અભ્યાન થકી દીકરીઓને પણ ઉચ્ચ અભ્યાસ મળી રહે અને સમાજમાં સ્વમાન હક્ક મળે તેવા પ્રયત્નો અર્થે જાગૃતતા નું કાર્ય કરી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતમાં મિલિટરી ક્ષેત્રે દીકરીઓ અભ્યાસ કરી શકે તેવી કોઈ શાળા કે બોર્ડિંગ નથી.તેથી ઘણી દીકરીઓ પોતાની કારકિર્દી આર્મી ક્ષેત્રે બનાવવા માંગે છે પરંતુ પૂરતી વ્યવસ્થાના અભાવે તેઓની ઈચ્છા માત્ર કલ્પના રૃપિજ જ બની ને રહી જાય છે.

સરકાર દ્વારા ગુજરાતમાં પણ આ ક્ષેત્ર દીકરીઓ માટે શાળા કોલેજ બોર્ડિંગની શરૂઆત કરવામાં આવે તો પણ આ ક્ષેત્રે સરકારનું ઉત્તમ પગલુ ગણાશે.

સમાજમાં માતાપિતા દીકરાઓ માટે તો વિવિધ ક્ષેત્રોમાં ભણતરના પ્રયાસો કરતા હોઈ છે પરંતુ દીકરીઓ માટે ડોક્ટર, આઇટી અથવા સીએના ક્ષેત્રમાં આગળ વધે તેમ વિચારતા હોય છે પરંતુ ડિફેન્સનું ક્ષેત્ર જવલ્લેજ કોઈ દીકરી માટે પસંદ કરતુ હોય છે. અને સરકારે ખરેખર જો દેશની અને રાજ્યની દીકરીઓને સક્ષમ બનાવવી હોય તો એક આ ક્ષેત્ર પણ ઉજ્જવળ કારકિર્દી નિર્માણ કરી શકે છે.

રાજ્ય સરકારે આ બાબતે ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે યોગ્યતાના ધોરણે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ આર્મીમાં ગર્લ્સ બોર્ડિંગ અને શાળાઓ શરૂ કરવામાં આવે તેવી લાગણી પણ ચુડાસમા પરિવાર વ્યક્ત કરી રહ્યો છે. અને પોતાની એક ની એક વહાલ સોયી દીકરીના આ સાહસિકભરી વિચાર શક્તિ ને માતાપિતા અને પરિવારજનો એ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

Latest Stories