New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/maxresdefault-54.jpg)
ભરૂચમાં વસીમવીલા સોસાયટી માંથી કોન્ક્રીટ પંપ ની ચોરી થઇ હતી, જે ઘટનામાં પોલીસે બે આરોપીઓની સુરત થી ધરપકડ કરી હતી.
ભરૂચની વસીમવીલા સોસાયટીમાં રહેતા મહમદ અબ્રામ મોહમદ હનીફ અસામદીનાંઓ નું બાંધકામનું કામ ચાલી રહયુ હતુ, જોકે કંસ્ટ્રક્શનનાં કામમાં ઉપયોગમાં આવતા કોન્ક્રીટ પંપ અંદાજિત કિંમત રૂપિયા 15 લાખની ચોરી થઇ હતી.
આ ચોરીની ઘટના અંગે મહમદ અબ્રામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી, તેઓની ફરિયાદનાં આધારે પોલીસે હાઇવેનાં ટોલ બુથનાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજનાં આધારે સઘન તપાસ શરુ કરી હતી.અને આરોપીઓનું પગેરુ સુરત ખાતે મળ્યુ હતુ.
ભરૂચ પોલીસે સુરત જિલ્લાનાં કડોદરાનાં વરેલી ખાતે થી કોન્ક્રીટ પંપ સાથે અજયકુમાર શંભુ વિશ્વાસ ગુલાબચંદ યાદવ, અને વિકાસકુમાર ઉમેશ મંડળની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.
Latest Stories