ભરૂચ : જિલ્લા પુસ્તકાલયની સામાન્ય સભા મળી

New Update
ભરૂચ : જિલ્લા પુસ્તકાલયની સામાન્ય સભા મળી

ગુજરાત રાજ્ય પુસ્તકાલય મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લા પુસ્તકાલય મંડળની સામાન્ય સભા તા.૨૦,૭,૧૯ને શનિવારે બપોરે ૩ કલાકે જે. એન. પીટીટ લાયબ્રેરી ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાની વિવિધ લાયબ્રેરીના ૨૫ પ્રતીનિધી ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત રાજ્ય પુસ્તકાલય મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી સભાની અઘ્યક્ષતા સ્વીકારી સભાનું સંચાલન કર્યું હતું. તથા પુસ્તકાલય પ્રવૃત્તિમા પડતી મુશ્કેલી નિવારવા અંગે માર્ગદર્શન પુરું પાડ્યું.

જિલ્લા પ્રમુખ ઇશ્વરભાઇ ગોહિલે ગત વર્ષની કામગીરી વિશે માહિતી આપી. નવા વર્ષમાં ૯ સભ્યોની સમિતિમા જુદા જુદા તાલુકાના પ્રતિનિધિનો સમાવેશ કરાયો હતો. ચેતન શાહ પ્રમુખ, નરેન્દ્રસિંહ ગોહિલની ઉપપ્રમુખ તથા કિરણ પટેલની મંત્રી તરીકે નીમણુંક કરવામાં આવી.

જગદીશભાઈ પટેલે ગુજરાત પુસ્તકાલય મંડળ તરફથી ભરૂચ જિલ્લા પુસ્તકાલય મંડળને રૂપિયા ૫૦૦૦/- ની પ્રોત્સાહન રાશિ ભેટ જાહેર કરી, તથા આગામી નવેમ્બર માસમાં યોજાનાર સભામાં હાજર રહેવા ખાતરી આપી હતી. ગુજરાત પુસ્તકાલય મંડળના ઉપપ્રમુખ દક્ષાબેન શાહે સૌને જે.એન.પીટીટ લાયબ્રેરીની વિવિધ પ્રવૃતિઓ વિશે ખ્યાલ આપ્યો અને લાયબ્રેરીના વિભાગોની મુલાકાત કરાવી હતી.

Latest Stories