/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/1f8fc43c-48fc-43a2-a45b-e3b26f9d569f.jpg)
ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાનું ગુમાનદેવ મંદિર પૌરાણિક હોવાની સાથે ભક્તો માટે સંકટ હરનાર આસ્થા સ્થાનક છે. અહી શ્રદ્ધાળુઓ દુર દુર થી પગપાળા પણ દર્શન માટે આવે છે.ગુમાનદેવ મંદિરે શ્રાવણ માસનું ભક્તોમાં અનેરૂ મહત્વ રહ્યુ છે. અને રાજપીપળા, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિત દુર દુર થી શ્રદ્ધાળુઓ પગપાળા આવીને ગુમાનદેવ દાદાના દર્શન કરીને આધી, વ્યાધી, ઉપાધી માંથી મુક્તિ મળે તે અર્થે પ્રાર્થના કરીને ધન્યતાનો અનુભવ કરે છે.
ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આવેલ ગુમાનદેવ મંદિરે માત્ર શ્રાવણ મહિના પુરતુ જ નહિ પરંતુ હવે બારે માસ લોકો ગુમાનદેવ દાદાનાં દર્શન માટે આવે છે. અને શનિવાર તેમજ વાર તહેવારે મંદિરમાં માનવ મહેરામણ ઉમટે છે. ગુમાનદેવ મંદિર પરિસરમાં આવતા ભક્તો મુખ્ય સ્થાનક મંદિરે દર્શન બાદ પ્રદક્ષિણા કરીને રામજી મંદિરે પણ શિર ઝુકાવીને નમન કરી ધન્યતા અનુભવે છે.