/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/bhr-ambedkar-2.png)
ભરૂચ શહેર,અંકલેશ્વર તથા આમોદ સહિત વિવિધ સ્થળોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી.
ભરૂચ જીલ્લા માં ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેર સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પીને બાબા સાહેબની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરી હતી.
જયારે આમોદ ખાતે પણ ભારતરત્ન ડો. બાબાસાહેબની ૧૨૫મી જન્મ જયંતિ પ્રસંગે ગ્રામજનો ,બાળકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બાબાસાહેબ અમર રહોનાં નારા થકી ગગન ગુંજી ઉઠ્યુ હતુ.તો આમોદ મામલતદાર કચેરીનાં પટાંગણમાં પ્રસ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને પણ હારતોરા કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરનાં સજોદ ગામ ખાતે આ પ્રસંગે લોકડાયરાનં આયોજન કરવામાં આવ્યુ હતુ. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર ભરૂચ તથા ડો. બાબાસાહેબ આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ સજોદ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, સામાજીક કાર્યકર ધનજી પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરામાં જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ અને તેઓનાં કલાવૃંદે રમઝટ બોલાવી હતી.
વધુમાં તા – ૧૪મીનાં રોજ અંકલેશ્વર શહેરનાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ સમિતી દ્વારા પુષ્પાંજલી આપવામાં આવી હતી.