ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

New Update
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

પોલીસે 39 હજારનો મુદ્દામાલ રિકવર કરી ફરાર થઈ ગયેલા શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં જુગાર રમતા જુગારીઓ પર પોલીસે છાપો મારતા પુન: ટંકારીયા ગામ ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. પાલેજ પોલીસને મળેલી બાતમીના આધારે ટંકારિયા ગામના સરફરાજ ગુલામ કરકરિયા રહે. ટંકારીયા બાબરિયા કોલોનીના મકાનના ઉપરના ભાગે બહારગામના તથા તેના ગામના માણસોને બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડે છે.

પોલીસે બાતમીના આધારે છાપો મારતાં (૧) સરફરાજ ગુલામ કરકરિયા (૨) હારૂન ઇબ્રાહિમ વલી છાયા (૩) સિરાજ યાકુબ પટેલ (૪) ઉસ્માન ઇકબાલ માલજી (૫) મુસા ઇસપ પટેલ (૬) ઐયુબ ઇબ્રાહિમ પટેલ (૭) આસિફ કાસમ મલેક, (૮) ઇશાક મુસા પટેલ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

આ સમગ્ર પ્રકરણમાં નાસી ગયેલા ઇસમો યાસીનભાઇ રહે. નવીનગરી મુ. કિયા, મકસુદ્દીન રાવ રહે. પહાજ તા.વાગરા, રફીક દિવાન રહે. પહાજ તા.વાગરા, સલીમભાઇ સરપંચ રહે. બુવા તા.આમોદ પોતાના ફાયદા માટે પૈસા વડે પત્તાપાનાનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના તેમજ ઝડપાયેલા ઇસમોની અંગઝડતીના રોકડા રૂપિયા ૨૦,૭૦૦, દાવ પરના રૂપિયા ૧૭,૩૨૦ તથા મોબાઇલ નંગ - ૩ કિંમત રૂપિયા ૧,૫૦૦ મળી કુલ રૂપિયા ૩૯,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાઇ ગયેલા અારોપીઓ વિરૂધ્ધ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે...