New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/9bcc808d-1b3f-4489-815d-741fa1f98b82.jpg)
ભરૂચના દાંડિયા બજાર ખાતે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યુ છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભરૂચ દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિરની નજીક અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પમ્પીંગ સ્ટેશનની કામગીરી દરમિયાન જેસીબી મશીનથી દબાણો હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોના ઘરના ઓટલા તોડવામાં આવતા રહીશોએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો.
જેના કારણે પમ્પીંગ સ્ટેશનની કામગીરી અટકી ગઈ હતી,અને પોલીસે મધ્યસ્થિ બનીને મામલો થાળે પડયો હોવાનું જાણવા મળ્યુ છે.