ભરૂચ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલે ઉમેદવારી નોંધાવી

New Update
ભરૂચ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલે ઉમેદવારી નોંધાવી

ભરૂચ વિધાનસભા બેઠક પર થી કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, અગાઉ આ બેઠક પર કિરણ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવતા વિરોધનો વંટોળ ફૂંકાયો હતો, અને આખરે પક્ષે ઉમેદવાર તરીકે જયેશ પટેલનાં નામની ઘોષણા કરી હતી.

જયેશ પટેલે પોતાનાં સમર્થકો સાથે વિશાળ રેલી યોજીને ચૂંટણી અધિકારીની કચેરીમાં નામાંકન ભર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ અગાઉ બે વખત વિધાનસભા અને એક વખત લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે, જેમાં તેઓએ હારનો સામનો કરવો પડયો હતો.