/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/bhuj-1-e1564119633408.jpg)
છ મહિનાના અંતરાલ બાદ મળેલી ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ફરી એકવાર 10 મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી.આ સભામાં 35 ઠરાવોને બહાલી અપાઈ હતી તો હમીરસર પ્રોજેકટ અને સાયકલ ટ્રેકનો પ્રોજેકટ રદ કરાયો હતો.
આમ તો ભુજ નગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ તરીકે મહિલા કાઉન્સિલરે પદભાર સંભાળ્યો ત્યારથી આંતરિક ખટપટ ચાલ્યા કરે છે.સામાન્ય સભા તેના નિયત ત્રિમાસિક સમય કરતાં માંડ માંડ મળતી હોય છે તેમાં પણ કોઈ જ વાર એજન્ડા કે વિકાસકામો પર ચર્ચા થાય છે દર વખતની જેમ આ વખતે પણ છ મહીના બાદ માંડ માંડ ભુજ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી જે માત્ર 10 જ મિનિટમાં આટોપી લેવાઈ હતી.કોઈ પણ પ્રકારના વિકાસકામોની ચર્ચા કર્યા વિના માત્ર શાશકપક્ષે એજન્ડાને બહાલી આપી સભામાંથી ચાલતી પકડી હતી.આ સભામાં 35 ઠરાવોને બહાલી અપાઈ હતી તો હમીરસર પ્રોજેકટ અને સાયકલ ટ્રેકનો પ્રોજેકટ રદ કરવામાં આવ્યો હતો. કુલ 30 કરોડના કામો લેવાયા હોવાનું પ્રમુખ લતાબેને જણાવ્યું હતું.
વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં રજૂઆતો માટે પૂર્વ તૈયારી કરાય છે પણ વિપક્ષને સાંભળવામાં આવતા જ નથી.વિપક્ષના વિરોધમાં કચાશ રહી જતી હોય તેવો સુર વ્યક્ત થયો છે સામાન્ય સભા બાદ વિપક્ષી નેતાએ પ્રમુખની ચેમ્બરમા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી.વિકાસકામો ની જગ્યાએ સત્તાધીશોએ માત્ર ભ્રષ્ટચાર આચર્યો છે માટે પ્રમુખ લતાબેન સોલંકી રાજીનામુ આપે તેવી માંગ કોંગ્રેસે કરી હતી.આ વચ્ચે ભુજમાં પાણી,રોડ,ગટર સહિત પાયાના અને અન્ય વિકાસના કામો ભુલાઈ જ ગયા હતા.