/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/maxresdefault-52.jpg)
અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વિસ્તારોને કેન્દ્ર સરકાર દ્વારા ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢ્યા બાદ પણ ઉદ્યોગોના અણઉકેલાયા પ્રસ્નોને લઇ તાજેતરમાં જ ઉદ્યોગ મંડળ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા જેને લઇ આજ રોજ બુધવારે રાજ્યના પર્યાવરણ મંત્રી શંકર ચૌધરી અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.
તેઓ એ ઉદ્યોગ મંડળોને મળી તેમને પડતી હાલાકીનો ચિતાર મેળવ્યો હતો અને ટૂંક સમયમાં યોજાવનાર વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી.
પર્યાવરણ મંત્રી શંકર ચૌધરી સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ હાર્દિક શાહ અને સ્થાનિક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ બેઠકમાં હાજર રહ્યા હતા, અંકલેશ્વર બાદ પરિયાવરણ મંત્રી એ દહેજ ઔદ્યોગિક વસાહતની પણ મુલાકાત લીધી હતી.