વડોદરામાં ૯મી ચિંતન શિબિર-૨૦૧૮ યોગાભ્યાસથી બીજા દિવસનો પ્રારંભ

New Update
વડોદરામાં ૯મી ચિંતન શિબિર-૨૦૧૮ યોગાભ્યાસથી બીજા દિવસનો પ્રારંભ

વડોદારામાં વહેલી સવારે યોગાભ્યાસમાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યામંત્રી-મંત્રી મંડળના મંત્રીઓ અને શિબિરાર્થીઓ જોડાયા

Advertisment

વડોદરા જી.એસ.એફ.સી. પરિસર ખાતે યોજાઇ રહેલી ૯મી ચિંતન શિબિરનો બીજા દિવસનો પ્રારંભ વહેલી સવારના કુદરતના શુધ્ધર અને વૃક્ષાચ્છાદિત જી.એસ.એફ.સી. પરિસર અને સરકીટ હાઉસ-વડોદરા ખાતે યોજાયેલા યોગાભ્‍યાસથી પ્રારંભ થયો હતો.આ યોગાભ્યાનસમાં પ્રશિક્ષકે યોગમાં યમ થી સમાધિ સુધીના સમન્વફયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યંમંત્રી નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળના મંત્રીઓ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. આ યોગાભ્યાસનો પ્રારંભ સુક્ષ્મ યોગ પ્રાણાયામથી અને ધ્યાનથી સમાપન થયું હતું.

જી.એસ.એફ.સી.પરિસર અને સરકીટ હાઉસ ખાતે વહેલી સવારે યોજાયેલ યોગાભ્યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન,ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્યાસ કર્યો હતો. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ યોગાભ્યાસ બાદ જી.એસ.એફ.સી.પરિસરના વિખ્યાત વડના વૃક્ષ નીચે સર્વે વરિષ્ઠભ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કર્યુ હતું.

Advertisment
Latest Stories