Connect Gujarat
ગુજરાત

વાગરાના ખડખંડાલી નજીક બની હીટ એંન્ડ રનની ઘટના:બાળક્નું મોત દંપત્તી ઘાયલ

વાગરાના ખડખંડાલી નજીક બની હીટ એંન્ડ રનની ઘટના:બાળક્નું મોત દંપત્તી ઘાયલ
X

  • વાગરાના ખડખંડાલી નજીક બાઇક સવાર દંપતિને કાર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો;એક બાળકનું મોત,પતિ-પત્ની ઘાયલ
  • આમોદ પોલીસ હદ મામલે ચાર કલાક સુધી અવઢવમાં રહેતા મધરાતે ફરિયાદ દાખલ થઈ
  • એક તબક્કે હદ નક્કી નહીં થતા વાગરા પોલીસ ઘટના સ્થળે દોડવુ પડયુ હતુ

આમોદના અનોર ગામના દંપતિને ખડખંડાલી નજીક અકસ્માત નડયો હતો.જેમાં ચાર વર્ષીય બાળકનું મોત નિપજ્યુ હતુ.કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આમોદ તાલુકાના અનોર ગામના કીર્તનકુમાર પોતાના દીકરા અને પત્નીને લઇ વાગરાના લખીગામ લગ્નમાં ગયા હતા.ગતરોજ સાંજના ૭:૩૦ વાગ્યાની આસપાસ વાગરાના ખડ ખંડાલી ગામથી આગળ કેરવાડા ગામ તરફ જતા તેમની બાઇકને અકસ્માત સર્જાયો હતો.અજાણ્યો સફેદ કલરવારી ફોરવહીલરના ચાલકે કીર્તનકુમારની હોન્ડા સીડી દિલક્ષ જી.જે ૬ બીસી ૩૪૦૭ ને જોરદાર ટક્કર મારી વાગરા તરફના માર્ગે ભાગી છૂટયો હતો.

જોતજોતામાં માર્ગ ઉપર વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા.બાઇક સવાર પતિ-પત્ની અને બાળક ફંગોળાઈને ખેતરમાં પડયા હતા.ગંભીર રીતે ઘવાયેલા ત્રણેવને આમોદ રેફરલ હોસ્પિટલમાં ૧૦૮ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાર વર્ષીય વિરલને હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.જ્યારે દંપતિને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ એમ.આર.સાકરીયા ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ અને વાગરા પોલીસની હદ અંગે મામલો ગુંચવાયો હતો.ઘટના સ્થળે આવેલ આમોદ પોલીસે પોતાની હદ નથી લાગતી એટલે અમે ફરિયાદ નહીં લઈએ.જ્યારે બીજી તરફ વાગરા પોલીસ ફરિયાદ લેવા તૈયાર થઈ હતી. તેવામાં એક રાજકીય અગ્રણીનો ફોન આવતા આમોદ પોલીસે રાતના ૧૨:૩૦ કલાકે ફરિયાદ લેવી પડી હતી.હદ મામલે આટલી બધી માથાકૂટ જો થતી હોય તો પોલીસ પોતાની હદ પુરી થયાના અને શરૂ થયાના બોર્ડ કેમ નથી લગાવતી? જેવા સવાલો લોકમુખે સાંભળવા મળ્યા હતા.જોકે હદના વિવાદમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીના સગા સંબંધીઓને ભારે કષ્ટ વેઠવાનો વાળો આવ્યો હતો.

Next Story