વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રની કારને નડયો અકસ્માત

New Update
વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રની કારને નડયો અકસ્માત

રિક્ષા ચાલકને બચાવવા જતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ

વાલિયાની શ્રી રંગ મહિલા આર્ટસ કોલેજ નજીક રિક્ષા ચાલકને બચાવવા જતા એસ.યુ.વી. કાર માર્ગની બાજુમાં આવેલ વૃક્ષ સાથે ભટકાઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનોને ઈજાઓ પહોંચી હતી.

વાલિયાના ચમારીયા ગામ ખાતે રહેતા અને વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાના પુત્ર રજનીકાંત વસાવા પોતાની એસ.યુ.વી. કાર લઇ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે અંકલેશ્વર ખાતે જઈ રહ્યો હતા,તે વેળાએ વાલીયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ પાસે રિક્ષા ચાલકને બચાવવા જતા કાર માર્ગની બાજુમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો.

2fdb93cd-9037-44ed-a59e-69e7d7fa2f53

અકસ્માતને પગલે કારમાં સવાર રજનીકાંત વસાવા સહીત અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને રાહદારીઓએ તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં રજનીકાંત વસાવાની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં તેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે વાલીયા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

Latest Stories