વિદ્યા બાલન સ્વ.વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવશે

New Update
વિદ્યા બાલન સ્વ.વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવશે

વિદ્યા બાલન સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. સાગરિકા ઘોષનું પુસ્તક ' ઇન્દિરા - ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર પર આધારિત ફિલ્મ બનાવાના હક્ક પ્રાપ્ત કર્યા છે.વિદ્યાએ કહ્યું હતું કે તેને સ્વ.ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવાનું એક સ્વપ્ન હતું જે છેક હવે પૂરું થશે.

''હું સાગરિકા ઘોષના પુસ્તકના હક્ક મેળવીને બહુ ખુશ છું. મને હંમેશાથી ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવાની ઇચ્છા હતી. હું હજી સુધી એ નક્કી નથી કરી શકી કે આ ફિલ્મ સ્વરૃપે બનશે કે વેબ સીરીઝ તરીકે. મને આનો નિર્ણય લેતા થોડો સમય લાગશે, તેમ વિદ્યાએ જણાવ્યું હતુ.

સાગરિકાએ ફેસબુક પર આ વાતની જાણકારી આપતા કહ્યું હતુ કે, આ વાતની ઘોષણા કરતા મને આનંદ થાય છે કે મેં હમણા જ મારું પુસ્તક ઇન્દિરા - ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટરને ફિલ્મના હક્ક માટેના કરાર વિદ્યા તેમજ રોય કપૂર પ્રોડકશન સાથે સાઇન કર્યા છે. ઇન્દિરાને સ્ક્રિન પર જોવાનો લહાવો દર્શકોને મળશે.

Latest Stories