અંકલેશ્વર: SOGએ શાંતિનગરમાંથી ચોરીના 90 ગેસ સિલિન્ડર સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર થી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરના શાંતિનગરમાં પાડ્યા દરોડા

  • ચોરીના 90 ગેસ સિલિન્ડર મળી આવ્યા

  • રૂ.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

  • આરોપીની ધરપકડ

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર થી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે એક ઇસમ પતરાના શેડમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મૂકી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ એ સ્થળ પરથી નાના મોટા ગેસના સિલિન્ડર મળી 90 નંગ સિલિન્ડર મળી આવ્યા હતા પોલીસે એક ઇસમની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે શંકાસ્પદ  ગેસ સિલિન્ડર મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શાંતિ નગર-1ની સામે આવેલ શિવ રેસિડેન્સીમાં રહેતો સુખલાલ શંકરલાલ રાયકાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories