સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષ સુધીની મહલિાઓને મંદિરમાં પ્રવેશ પર મનાઈ હતી

કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરની આસપાસ રવિવાર સવારથી તણાવભરી સ્થિતિ છે. અહીં શ્રદ્ધાળુઓના વિરોધ પ્રદર્શનની વચ્ચે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની લગભગ ૧૧ મહિલાઓ સબરીમાલા પહોંચી છે.

આ મહિલાઓને રાજ્યના મુખ્યમંત્રી પિનરાયી વિજયનને પત્ર લખી માંગ કરી છે કે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે અને જરૂરી સુરક્ષા પણ આપવામાં આવે. મહિલાઓના સૂમહને જાણકારી આપવામાં આવી છે કે તેમની માંગને સ્થાનિક પોલીસ વહીવટીતંત્રને જણાવી દેવામાં આવી છે. આ સમૂહમાં દેશની અનેક મહિલાઓ સામેલ છે. મહિલાઓએ અયપ્પાના મંદિરમાં જવા માટે તમામ રિવાજોનું પાલન કર્યું. તેની સાથે જ તેઓ મંદિરમાં જવા માટે જરૂરી વ્રત પણ કરી રહી છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here