જૂનાગઢમાં ગુન્હાઓની સર્જી હતી હારમાળા
કુખ્યાત આરોપીની ધરપકડ કરતી પોલીસ
કાળા દેવરાજ પર નોંધાઈ ચુક્યા હતા 107 ગુન્હા
પોલીસે ગુજસીટોકની પણ કરી હતી કાર્યવાહી
પોલીસને આરોપીની ધરપકડમાં મળી સફળતા
જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.
જૂનાગઢમાં ગુન્હાહિત પ્રવૃતો થકી આતંક મચાવનાર કાળા દેવરાજની આખરે પોલીસે ધરપકડ કરી હતી.કાળા દેવરાજ પર 107 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી સામે ગુજસીટોક હેઠળ પણ ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.અને તેના ગેરકાયદેરસર ઘર અને ફાર્મ હાઉસ સામે બુલડોઝર કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા.જૂનગાઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જ્યારે તપાસ અર્થે આરોપી કાળા દેવરાજના ઘરે ગઈ હતી,ત્યારે તેના પરિવાર દ્વારા પોલીસનો વિડીયો બનાવીને ઉશ્કેરણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.અને પોલીસનો વિડીયો બનાવીને પોલીસ પર રૂપિયા માંગવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીના પરિવાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.