Top
Connect Gujarat

સમની ખાતે કોંગી સભામાં અહેમદ પટેલના આકરા તેવર કહ્યું, હવે ન્યાય થઈ ને રહેશે...!

સમની ખાતે કોંગી સભામાં અહેમદ પટેલના આકરા તેવર કહ્યું, હવે ન્યાય થઈ ને રહેશે...!
X

હકડેઠઠ જન મેદની હાર્દીકને જોવા ઉમટી

ભાજ્પે દેશની આઝાદી રોકવાનું કામ કર્યું છે : હાર્દીક પટેલ

ભરૂચ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણના સમર્થનમાં જંબુસર વિધાનસભામાં સમની ગામે જાહેર સભા યોજવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે અહેમદ પટેલ સાથે યુવા આગેવાન હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં પધારેલા એહમદ પટેલે સભા બાદ તેમને કનેકટ ગુજરાત સાથેની વાતાચીત દરમિયાન માહોલ વિશે પુછતા જણાવ્યું હતું કે, માહોલ ખુબ સારો છે. લોકોમાં ગુસ્સો પણ છે અને ઉત્સાહ પણ છે. ગુસ્સો એ વાત નો છે કે, ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ વાળી સરકારે લોકોને દગો કર્યો છે.તેમની સાથે છેતરપીંડી કરી છે.જે વાયદા કર્યા હતા તે વાયદા ખીલાફી કરી છે તેમણે. ઉત્સાહ એ વાતનો છે કે, ફરીથી કોંગ્રેસને પાછી લાવવાની છે અને હવે લોકો સમજી રહ્યા છે કે, હવે થશે ન્યાય. કોંગ્રેસે જ્યારે જ્યારે વાયદા કર્યા છે તે નીભાવ્યા છે. એટલા માટે અમે કહ્યું છે કે અમે નીભાવીશું અને હવે ન્યાય થઈને રહેશે.

તો સભા સ્થળે પ્રચાર અર્થે ખાસ ઉપસ્થીત હાર્દીક પટેલે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં લોકો મજબુત બન્યા છે. એ સાબીત થઈ ગયું છે કે, ગુજરાતમાં વધારે માં વધારે સીટ કોંગ્રેસ જીતી રહી છે અને આવનારા દિવસોમાં અહીંયા કિશાનો,નૌ-જુવાનોના હિતમાં કામ થશે. બેવકુફી કોણે કરી હતી ?આર.એસ.એસ., હિંદુ મહાસભા, તો ભાજપે જ કરી હતી ને તો દેશની આઝાદીને રોકવાનું કામ કોણેકર્યું ?ભાજપે ...આભાર કહી પોતાની ગાડીમાં રવાના થયા હતા.

Next Story
Share it