અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે લાભ પાંચમના પાવન દિવસે આહીર સમાજ દ્વારા APL 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 36 ટીમોએ ભાગ લીધો હતો.

આહીર સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે જુના બોરભાઠા બેટ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર જુના બોરભાઠા બેટના સરપંચ પંકજભાઈ પટેલ ઉપ સરપંચ દીપકભાઈ પટેલ તથા આહિર સમાજ ના અગ્રણીઓ ધીરજભાઈ આહીર તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
