ભરૂચ એસ.ટી.વિભાગનું આયોજન

દિવાળીના તહેવારો નિમિત્તે આયોજન

એક્સ્ટ્રા ટ્રીપનું કરાયુ સંચાલન

160 બસોનું સંચાલન કરવામાં આવ્યું

રૂ.33 લાખથી વધુની આવક

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારો દરમ્યાન સારી આવક થઈ છે.એસ.ટી.વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની 160 બસો દોડવાતા રૂ.33 લાખની વધારાની આવક થઈ હતી

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવાર દરમિયાન ₹33 લાખથી વધુની આવક થઈ હતી. દિવાળી પર્વ નિમિત્તે વતન તરફ જતાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 160 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી.દિવાળીના તહેવાર દરમિયાન ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી હતી. મુસાફરોને સમયસર અને સલામત રીતે પોતાના વતન સુધી પહોંચાડી શકાય તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો અને પરિવારજનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા પોતાના વતન પહોંચ્યા હતા.તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા ભરૂચ એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના પરિણામે મુસાફરોને સુવિધા મળવાની સાથે વિભાગની આવકમાં પણ વધારો થયો હતો. આમ, દિવાળીના પર્વ દરમિયાન ભરૂચ એસટી વિભાગને ₹33 લાખથી વધુની આવક નોંધાઈ હતી.