અંકલેશ્વર તાલુકા અને જીઆઈડીસીનાં યોગ કોચ કોમલબેન ત્રિવેદીના નેતૃત્વમાં અંકલેશ્વર નગરમાં ચાલતા વિવિધ યોગ વર્ગોના સાધક ભાઈઓ અને બહેનોએ સ્વર્ણિમ લેક ખાતે ગરબાની રમઝટ બોલાવી હતી. યોગ સાધકો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગરબાની રમઝટ સાથે આનંદમય માહોલ સર્જાયો હતો.





આ પ્રસંગે જિલ્લા કો-ઓર્ડિનેટર કામીનાબા રાજ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. અંકલેશ્વરના વિવિધ યોગ વર્ગો સાથે સંકળાયેલા નિયમિત યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાતાં કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમના સુચારુ આયોજનમાં અંકલેશ્વરના નિવૃત્ત બી.આર.સી. કો-ઓર્ડિનેટર અને શિક્ષણક્ષેત્રે સમર્પિત સેવાઓ આપનાર ભદ્રેશભાઈ પટેલે વિશેષ જહેમત ઉઠાવી હતી.