કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો

કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનથી રાજકીય સામાજિક વાતાવરણ ગરમાયું

કોંગ્રેસ કાર્યકરોએ કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં લટકાવ્યો

વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહન પણ કરવામાં આવ્યું

વરતેજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકરોના જમાવડાથી સુરક્ષા કડક બનાવાય   

ભાવનગર કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા બળદેવ સોલંકી સામે એક જ સમયે બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. 

ભાવનગર કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા બળદેવ સોલંકી સામે એક જ સમયે બે અલગ-અલગ ફરિયાદો નોંધાતાં રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે.વરતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી આ કાર્યવાહી સામે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 48 કલાકથી કાર્યકરો તથા આગેવાનો વરતેજ પોલીસ મથકની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક ખાનગી કંપનીના માલિક દ્વારા બળદેવ સોલંકી અને અન્ય લોકો સામે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વરતેજ પોલીસે પણ બળદેવ સોલંકી સામે નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં હોવાનો આરોપ મૂકી પ્રોહિબિશન કાયદા હેઠળ અલગથી ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. એકસાથે બે ફરિયાદો દાખલ કરવામાં આવતા કોંગ્રેસ પક્ષે આ કાર્યવાહીને રાજકીય દ્વેષપૂર્ણ ગણાવી રોષ વ્યક્ત કર્યો છે,

છેલ્લા બે દિવસથી ચાલતા આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે વિરોધનો સૂર વધુ ઉગ્ર બન્યો હતો. વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસ દ્વારા આંખલાના ગળામાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો ફોટો લગાવીને અનોખી રીતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, અને પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. તેમજ વરતેજ પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસી કાર્યકરોએ જમાવડો કર્યો હતો.અને સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી હતી.