પી.એમ. કિસાન ઉત્સવ અને 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે જોડાયા હતા.વીડિયો કોન્ફરન્સ બાદ કલેક્ટરે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે ચર્ચા કરી હતી.

એકતા રેલી, સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણને ગામેગામ લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.