ભારતે અવકાશમાં રચ્યો નવો ઇતિહાસ

પહેલા પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટનું લોન્ચિંગ

વિક્રમ-1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

ઇન્ડિયન સ્પેસ સેક્ટરમાં સુવર્ણ યુગની શરૂઆત

‘સ્કાયરૂટ’ના ‘મિશન આગમન’એ રચ્યો ઇતિહાસ

ભારતના સ્પેસ સેક્ટરમાં આજની તારીખ 18મી જુલાઈએ એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

ભારતના સ્પેસ સેક્ટરમાં આજની તારીખ 18મી જુલાઈએ એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી આજે સવારે 11:30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જો કે, લોન્ચિંગની બરાબર 5 મિનિટ પહેલા કોઈ કારણસર કાઉન્ટડાઉનને હોલ્ડ (રોકી) દેવામાં આવ્યું હતું. થોડીવારના હોલ્ડ અને ટેકનિકલ ચકાસણી બાદ પ્રક્રિયા ફરી શરૂ કરાઈ હતી અને બપોરે 12:05 વાગ્યે રોકેટે સફળ ઉડાન ભરી હતી.

સ્કાયરૂટ એરોસ્પેસના આ લોન્ચિંગ પ્રોજેક્ટને ‘મિશન આગમન’ નામ આપવામાં આવ્યું છે. ‘વિક્રમ-1’ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં 450 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. આ મિશન અંતર્ગત રોકેટ પોતાની સાથે આધુનિક ટેકનોલોજી અને કલા સાથે જોડાયેલા ગ્રહ સ્પેસનો ટેકનોલોજી પેલોડ, કોસ્મોસર્વ સ્પેસનો પેલોડ, ડીક્યુબ્ડનો સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલો પેલોડ, પોતે સ્કાયરૂટ એરોસ્પેસનો પોતાનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ અવકાશમાં લઈ ગયું છે.

વિક્રમ-1ની આ સફળતા સાથે જ, ભારતની કોઈ ખાનગી સ્પેસ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો બન્યો છે.