ગોવંશ કતલ સાથે સંકળાયેલા તત્વો સામે ભરૂચની આમોદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુસ્તાક ઉર્ફે મુત્રો જાલુખા પઠાણ, રહે. ઇખર, તા. આમોદ, જી. ભરૂચને ઝડપી પાડી તેની સામે તડીપારની કાર્યવાહી કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કુલ 5 ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓ આમોદ, વડોદરા, પાલેજ અને સુરત ગ્રામ્ય પોલીસ મથકોમાં નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેને ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત એમ કુલ ચાર જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. હુકમના પગલે આરોપી હવે બે વર્ષના સમયગાળા દરમિયાન આ ચાર જિલ્લાઓમાં પ્રવેશ કરી શકશે નહીં.આમોદ પોલીસની આ કાર્યવાહીથી ગોવંશ કતલ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે.
