અંકલેશ્વરમાં કરાયુ આયોજન

નવરાત્રી મહોત્સવનું આયોજન

ઓ.એન.જી.સી.દ્વારા આયોજન

હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે નવરાત્રી મહોત્સવ

તૈયારીઓને આખરી ઓપ અપાયો

અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં હેલિપેડ ગ્રાઉન્ડ  ખાતે ઓએનજીસી એસેટ અંકલેશ્વર અને ઓએનજીસી ગરબા કમિટી દ્વારા 29માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર ઓએનજીસી એસેટ અને ઓએનજીસી ગરબા કમિટી દ્વારા કોલોની માં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પરંપરા અને ભક્તિના સમન્વય સમાન  29 માં  નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી શકે તે માટે ગરબા ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ હવે આખરી ઓપ સાથે પૂર્ણ થઈ ગઈ છે.

સીસીટીવી કેમેરાથી સજ્જ  વિશાળ ગરબા ગ્રાઉન્ડ,વિશાળ પાર્કિંગ ,મેડિકલ ટીમની સુવિધાઓથી ગ્રાઉન્ડને સજ્જ કરાયું છે.ભરૂચના  જાણીતા ઝંકાર વૃંદના સથવારે ગરબાની રમઝટ બોલાવવાની સાથે પરંપરાગત ગરબા અને આધુનિક સંગીતનો સંગમ જોવા મળશે.ઓએનજીસી ગરબા કમિટીના કન્વીનર સુરેશ પટેલ ઓએનજી મઝદૂર સંઘના રજની પટેલ સહીત આયોજકોએ ગરબા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું