દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન પહેલાં CJPના અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને અટકાયતમાં લેવાયા બાદ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે દિલ્હીમાં ભારે ઘેરાબંધી અને સુરક્ષાના નામે વિરોધ કરવા પહોંચેલા લોકોની અટકાયત પર સરકાર સામે સવાલો કર્યા છે.

સોનમ વાંગચુકે કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકશાહી અઘોષિત ઈમરજન્સીની સ્થિતિમાં ચાલી રહ્યું છે. તેમણે આ વાત સોશિયલ મીડિયા પર ત્યારે કહી જ્યારે જંતર-મંતર પર યુવા નેતૃત્વવાળી ‘કોકરોચ જનતા પાર્ટી’ના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયોના માધ્યમથી વાંગચુકે દિલ્હી આવી રહેલા વિદ્યાર્થી નેતાઓ, એક્ટિવિસ્ટો અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને અગાઉથી જ કસ્ટડીમાં લેવા અને રોકવા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.

વાંગચુકે કસ્ટડીમાં લેવાયેલા તમામ પ્રદર્શનકારીઓને ત્વરિત મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી કે જો પ્રશાસનની સખત કાર્યવાહી ચાલુ રહેશે, તો તેમને મજબુર થઈને નવું અનશન કે પદયાત્રા શરૂ કરવી પડશે.CJPના જંતર-મંતર પ્રદર્શનને પોતાનું પૂર્ણ સમર્થન આપતા, વાંગચુકે સ્પષ્ટ કર્યું કે આ વખતે તેઓ દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં વ્યક્તિગત રીતે સામેલ નહીં થાય.