તક્ષશીલા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું આયોજન

શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું

પ્રદર્શનમાં 27 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વિવિધ વિષયો પર આધારિત 50 કૃતિઓ રજૂ કરાય

વિદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારોનું પ્રદર્શન કર્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલય ખાતે ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલય ખાતે ક્લસ્ટર કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો. આ મેળામાં ક્લસ્ટરની કુલ 27 શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર આધારિત 50 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મેળામાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે ગેલેક્સી ગ્રૂપ ઓફ સાયન્સના ફાઉન્ડર દિપેશ પડશાળા, તાલુકા શિક્ષક સંઘ-અંકલેશ્વરના પ્રમુખ દિલિપ પટેલ, બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય વિમલ પટેલ, CRC કો-ઓર્ડિનેટર સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.