દાંપત્ય જીવનને મજબૂત કરવાનો અનોખો પ્રયાસ

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો એક દુજે કે લિયે કાર્યક્રમ

વધતા છૂટાછેડા સામે સકારાત્મક પહેલ

6,000 દંપતીઓ માટે ખાસ સેમિનારનું આયોજન

લગ્નજીવનમાં પ્રેમ અને સમર્પણ મજબૂત કરવાનો પ્રયાસ    

સુરતના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે લગ્નજીવનમાં પ્રેમ અને સમર્પણનો પાયો વધુ મજબૂત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજકાલના સમયમાં જ્યારે નાની-નાની બાબતોમાં વિવાદ અને વધતા છૂટાછેડાના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે, ત્યારે લગ્નજીવનમાં પ્રેમ અને સમર્પણનો પાયો વધુ મજબૂત કરવા માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પતિ-પત્નીના સંબંધોમાં સકારાત્મક લાગણીઓ લાવીને દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ‘એક દુજે કે લિયે’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર જાણીતા ટ્રાન્સફોર્મેશન સ્પીકર, લાઈફ મેન્ટર અને રિલેશનશિપ કોચ મનીષ વઘાસીયા દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો.આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય હાલના સમયમાં વધતા જતા વિવાદો અને છૂટાછેડાના કિસ્સાઓને રોકવાનો અને પરિવારમાં સંવાદ સેતુ બાંધવાનો છે.

વર્ષ 2022થી શરૂ થયેલું આ અભિયાન સતત સફળતા મેળવી આજે 2026 સુધી પહોંચ્યું છે. આ પહેલાં અમદાવાદ, ભાવનગર, હિંમતનગર, જામનગર અને વડોદરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં સફળ આયોજન બાદ હવે સુરતમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી 6,000 જેટલા લોકો અને દંપતીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓ દ્વારા દંપતીઓને એકબીજાને સમજવા, માન-સન્માન આપવા અને મનોમાલિન્ય દૂર કરીને સુખી સંસાર જીવન જીવવા માટેની મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી હતી.