અમદાવાદ : પાલનપુરથી એક કરોડ રૂા.નું ચરસ પ્રકરણ, મુખ્ય સુત્રધારની ધરપકડ

અમદાવાદ : પાલનપુરથી એક કરોડ રૂા.નું ચરસ પ્રકરણ, મુખ્ય સુત્રધારની ધરપકડ
New Update

ગુજરાત એટીએસ તથા બનાસકાંઠા પોલીસે પાલનપુર નજીકથી કારમાં લઇ જવાતાં ચરસનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કેસમાં પોલીસે અમદાવાદના વટવા ખાતે રહેતાં મુખ્ય સુત્રધાર ઇમરાન ઉર્ફે ઇમો સલીમ મલેકની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ઇમરાન અગાઉ 2011ની સાલમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ચરસના ગુનામાં ઝડપાયો હતો. 2014માં આર્થર રોડ જેલમાંથી છૂટ્યા બાદ ચરસનો ધંધો મુંબઈમાં શરૂ કર્યો હતો. ઇમરાનનો ભાગીદાર નિતીન શિવાજી ચીકને હોવાનું ખુલ્યું છે. બંનેએ મુંબઈમાં વેચાણ કરવા ચરસનો જથ્થો મંગાવ્યો હતો. ATSની ટીમે અત્યાર સુધીમાં 1 કરોડના ચરસના પ્રકરણમાં ત્રણ આરોપી ઝડપ્યા છે.ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં એનડીપીએસ વધુમાં વધુ કેશો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ઇમરાન મૂળ અમદાવાદનો છે પરંતુ, જયારે ઇમરાન 6 દિવસનો હતો ત્યારે તેની માતા તેને લઈ મુંબઈ જતી રહી હતી અને ત્યાં રહેવા લાગી હતી. મળતી માહિતી પ્રમાણે ઈમરાનની માં અને તેના નાના પણ ચરસનો વેપાર કરતા હતા અને વર્ષ 2011માં ઈમરાન અને તેની મા ચરસના કેસમાં મુંબઈમાં પકડાઈ ગઈ હતી. જેતે સમય જેલમાં ઈમરાનની મુલાકાત નીતિન સાથે થઈ હતી અને નીતિન પણ ડ્રગના કેસમાં જેલમાં આવ્યો હતો. બંનેની જેલમાં મિત્રતા થઈ અને બહાર નીકળી બંને ડ્રગનો વેપાર કરવા લાગ્યા હતા. વર્ષ 2014 માં જેલથી બહાર આવ્યા હતાં.

#Ahmedabad #crime #Palanpur #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article