-
આમોદ નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું આયોજન
-
11મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું
-
નાગરિકોની માંગણીઓનું સ્થળ પર નિરાકરણ લવાયું
-
નાગરિકોને માર્ગદર્શન અને સહાયનું વિતરણ કરાયું
-
અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા
રાજ્ય સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા ખાતે 11મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોની માંગણીઓ અને રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો રહ્યો હતો. જેમાં નગરપાલિકા ટેક્સ વિભાગની કામગીરી, આવક અને જાતિના દાખલા, આધારકાર્ડ સેવાઓ, PMJY યોજના હેઠળ હેલ્થ ચેકઅપ, નવા વીજ કનેક્શન માટે માર્ગદર્શન, બેંકિંગ સેવાઓ, જન્મ-મરણ પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપ સહાય, નિરાધાર સહાય અને વૃદ્ધ વંદના યોજના સહિતની વિવિધ સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
