12 મી મેના રોજ સુરતમાં કોનવોફિલિયા કોમ્યુનિકેશન્સ દ્વારા યોજાશે સોશિયલ મીડિયા વર્કશોપ

New Update
12 મી મેના રોજ સુરતમાં કોનવોફિલિયા કોમ્યુનિકેશન્સ દ્વારા યોજાશે સોશિયલ મીડિયા વર્કશોપ

સુરત ખાતે તારીખ 12 મેનાં રોજ કોનવોફિલિયા કોમ્યુનિકેશન્સ દ્વારા કોમ્પ્રિહેન્સિવ સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. "સોશિયલ મીડિયા સાથે પ્રારંભ કરો - સ્ટ્રેટેજી ટુ એક્શન" ના બેનર હેઠળ થનારા આ વર્કશોમાં નાના બિઝનેસ માલિકો, સ્ટાર્ટઅપ્સ, સોશિયલ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ફ્રેશર્સ, મોપ્પ્રીનર્સ અને હોમપેરેનર્સ ભાગ લઈ શકશે. વર્કશોપમાં વ્યવસ્થિત આયોજન અને વ્યૂહરચના દ્વારા અસરકારક સોશિયલ મીડિયામાં હાજરી બનાવવાની રીત તેમજ બિઝનેશને વધારવા, સહભાગીઓ સુધી પહોંચાડવા તથા તેમના વ્યવસાયની સામાજિક શોધ ક્ષમતા વધારવા માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના નિર્ણાયક ઘટકો શીખવવામાં આવશે. આ માત્ર શિખાઉ સ્તરની વર્કશોપ છે. કોનવોફિલિયા આગામી મહિનાઓમાં મધ્યવર્તી અને અદ્યતન સ્તરની વર્કશોપ કરવાનું પણ આયોજન કરી રહ્યું છે.

publive-image

કોનવોફિલિયાના સ્થાપક ડો. ખુશ્બુ પંડ્યા દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેઓ ભારતનાં પ્રથમ વખત સોશિયલ મીડિયા ઉપર પીએચડી કરનારા છે. તેમણે ટેડેક્સ સ્પીકર, લેખકો, ઉદ્યોગસાહસિકો અને શિક્ષકોને સોશિયલ મીડિયા ક્ષેત્રના વિવિધ પાસાઓ અંગે 10,000 કરતાં વધુ વ્યક્તિઓને તાલીમ આપી છે. કોનવોફિલિયા દ્વારા સુરત ખાતે આયોજીત વર્કશોપ શ્રેણીમાં તેએ પોતાનાં વિશિષ્ટ અનુભવો પ્રદાન કરશે. ખાસ કરીને વ્યવસાયિકોને પોતાના ધંધાનો સોશિયલ મીડિયા માર્કેટીંગનાં પડકારોનો ઉકેલ લાવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આ વર્કશોપ શનિવારે, 12 મેનાં રોજ સાંજે 6 વાગ્યે આઈકોવર્ક ખાતે યોજાશે છે. જો કોઈ વ્યક્તિ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો તેમનું નામ મોકલીને Whatsapp નંબર +7016095005 ઉપર નોંધણી કરાવી શકે છે.

Latest Stories