/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/17131447/maxresdefault-210.jpg)
દુબઇથી સોનાની દાણચોરી હવે સામાન્ય બની ચુકી છે ત્યારે અમદાવાદમાં દુબઈથી વિમાનમાર્ગે દાણચોરીનું 1,300 કરોડનું સોનું ઘૂસાડનારા આરોપીઓ પૈકીના એક ભાર્ગવ તંતીને શહેર ક્રાઈમ બ્રાંચે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરડા ગામેથી ઝડપી પાડયો છે.
રાજ્યના કસ્ટમ વિભાગ દ્વારા દાણચોરી કરનારા આરોપીઓ વિરૂદ્ધ નોટિસો જારી કરી તેમને હાજર થવા જણાવાયું હતું. જોકે આરોપીઓ હાજર ન થતાં તેમની સામે કોફે પોસાનો ગુનો દાખલ કરી ભાગેડુ જાહેર કરાયા હતા.આ પેકી આરોપી ભાર્ગવ તંતી અમરેલીના ઇંગરોળા ગામે હોવાની બાતમી મળતા પોલીસે ત્યાંથી તેની ધરપકડ કરી છે આરોપી ભાર્ગવે છેલ્લા 5 વર્ષમાં 46 વખત દુબઇના આંટા મારી સોનાની વિપુલ માત્રામાં દાણચોરી કરી હતી.
શહેરમાં રહેતા આવા ભાગેડુઓની તપાસ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જેના આધારે શહેર ક્રાઈમ બ્રાંચે કોફેપોસા હેઠળ ભાગેડુ લોકોને પકડવા ડ્રાઈવ આદરી હતી.પીઆઈ એ.વાય. બલોચના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ. બેરિયા અને સ્ટાફે કોફેપોસાના ભાગેડુ આરોપી ભાર્ગવ તંતીને અમરેલી જિલ્લામાંથી ઝડપી પડાયો છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે….