/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/03155951/madhyapradesh.jpg)
દેશ અને વિદેશમાં ફેલાયેલા કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે હજી સુધી કોઈ અસરકારક દવા મળી નથી. નિષ્ણાતો આને રોકવા માટે રસી લેવાની અપીલ કરી રહ્યા છે. સાથે જ ફેસ માસ્ક અને સામાજિક અંતર માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં સમાજમાં કેટલીક અફવાઓ ફેલાતી રહે છે અને લોકો અંધશ્રદ્ધાને કારણે તેમનો વિશ્વાસ કરે છે.
આવું જ કઈ મધ્યપ્રદેશના રાજગઢમાં પણ જોવા મળ્યું હતું. એક અફવા એવી હતી કે પૃથ્વીને કોરોના વાયરસથી બચાવવા માટે બે પરીઓ આવી છે. આ પછી શું હતું, સેંકડો લોકો કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને ત્યાં પહોંચી મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
આ અફવા મધ્યપ્રદેશના રાજગઢના ચાટૂખેડા ગામમાં ફેલાઈ હતી. ત્યાં લોકોને કહેવામાં આવ્યું કે બે મહિલાઓની અંદર દેવપરીઓ આવી છે. આ પરીઓના હાથથી જેણે પોતાને ઉપર પાણી છટાડયું હશે તેને કોરોના નહીં હોય. આ અફવા ફેલાતાંની સાથે જ લોકોએ ઘર છોડવાનું શરૂ કર્યું.
અફવાને કારણે લોકો આ 'પરીઓ' જોવા માટે મંદિરની બહાર એકત્ર થવા લાગ્યા. તેમની સંખ્યા સેંકડોમાં હતી. આ અંધશ્રદ્ધાને લીધે કોઈ પણ કોરોના નિયમનું પાલન કરતા નહોતા. ન તો તેમના ચહેરા પર માસ્ક હતા અથવા ન તો તેમને સામાજિક અંતર જણાવ્યુ હતું.
જો કે આ બનાવની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા અને બંને મહિલાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી.