ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાગરા 5 મી.મી.,ભરૂચ 2 ઇંચ
ભરૂચમાં 2 ઇંચ તો વાલિયા ઝઘડિયામાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ઝઘડિયા 1.5 ઇંચ,અંકલેશ્વર 18 મી.મી.,હાંસોટ 1 મી.મી.,વાલિયા 1 ઇંચ અને નેત્રંગમાં 18 મી.મી. વરસાદ નોંધાયો હતો જ્યારે જંબુસર અને આમોદ તાલુકા કોરાકટ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
