ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પરનો કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રીજ તેની ગુણવતા સાથે ટ્રાફિક સમસ્યા થી પણ ઓળખાય છે.અંગ્રેજો એ બનાવેલ બ્રીજ આજે 135 વર્ષે પણ અડીખમ છે પરંતુ આપના શાસકોની અન આવડત કહોકે રાજકારણ આટલા વર્ષે માંડ માંડ નવા બ્રીજ ની કામગીરી શરુ થઇ શકી છે.

નર્મદા નદી પર બંધાયેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રીજ 850 ગર્ડર, 2.80 લાખ રિવેટ અને 25 લાખ સ્પામ પર ટકેલો છે.

આ ખૂબ જ જૂના બ્રીજની ડિઝાઇન સર જોન હોક્શા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જ્યારે તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા કરવામાં આવ્યું હતું. ચીફ રેસીડન્ટ એન્જિનીયર એફ.મેથ્યુ અને રેસીડન્ટ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર, 1877ના રોજ બ્રીજ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે 16મે, 1881માં પૂર્ણ કરાયું હતું.

નર્મદા બ્રીજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મૂકાયો હતો. ત્યારબાદ 1940માં સિલ્વર જ્યુબલી રેલવે બ્રીજનું નિર્માણ શરૂ કરાતા ગોલ્ડન બ્રીજ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

તે સમયે આ બ્રીજના નિર્માણમાં સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી તેને ગોલ્ડન બ્રીજ તરીકેની ઓળખ મળી હતી.

ઉલ્લેખનીય છે કે 1977નો સરદાર બ્રીજ તેના અસ્તિત્વનો જંગ ખેલી રહ્યો છે. 2000માં નવો સરદાર બ્રીજ બનેલો જેની હાલત પણ હવે નાજુક છે.