એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ શનિવારે ઉનાળા માટે સુપર સેલની જાહેરાત કરી છે. એર ઇન્ડિયામાં ડોમેસ્ટિક રૂટમાં પ્રવાસ માટેની ટિકિટના દરો 1499 રૂપિયાથી શરૂ થશે. એર ઇન્ડિયાની આ જાહેરાતથી મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ઉનાળામાં પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. એર ઇન્ડિયાએ આ તકનો લાભ ઉઠાવી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્કીમની જાહેરાત કરી છે. જે પ્રવાસીઓ ઉનાળાની સિઝનમાં ડિસ્કાઉન્ટની રાહ જોઇ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડીયે સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને એર એશિયા જેવી એર લાઇન્સ કંપનીઓએ ડિસ્કાઉન્ટની સ્કિમ જાહેર કરી હતી.