સિયાઝ SHVS (સ્માર્ટ હાઇબ્રિડ વ્હિકલ)ની કિંમતમાં 69,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યા બાદ દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકિએ તેના મોડેલ સુઝુકિ એર્ટિગા ડિઝલના ભાવમાં 51,000 રૂપિયાથી 62,000 સુધીનો ઘટાડો કર્યો છે.
નેશનલ ઇલેક્ટ્રિક મોબાલિટી મિશન યોજના હેઠળ મારૂતિના બંને મોડેલ સિયાઝ SHVS અને એર્ટિગા SHVSને એક્સાઇઝ કરમાં ઘટાડાનો લાભ મળ્યો છે. અગાઉ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર પર એક્સાઇઝ કર 24 ટકા હતો જે ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.
મારૂતિની એર્ટિગા એમપીની માર્કેટમાં 17 ઓક્ટોબર, 2015માં એન્ટ્રી થઇ હતી. આ ડિઝલ કારના નવા અવતારની કિંમત 7.59 લાખથી શરૂ થાય છે. જે હવે 7.08 લાખમાં મળશે.
