ખગોળશાસ્ત્રીઓએ સૌર મંડળની બહાર સૌથી મોટો ગ્રહ શોધી કાઢ્યો છે જે બે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ નવા શોધાયેલા ગ્રહનું કદ લગભગ ગુરૂ ગ્રહ જેટલું છે અને તે પૃથ્વીથી 3,700 પ્રકાશ વર્ષ દૂર હોવાનું કહેવાય રહ્યું છે.

એક પ્રકાશ વર્ષ બરાબર 6 ટ્રિલિયન માઇલ્સ જેટલું અંતર થાય છે. આ ગ્રહની શોધ નાસા અને સાન ડિગો સ્ટેટ યુનિવર્સિટીની સંયુક્ત ટીમે કરી છે. જેના માટે પ્લેનેટ હન્ટિગ કેપ્લર ટેલિસ્કોપની મદદ લેવામાં આવી હતી. સોમવારે સાન ડિગોમાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ebf3ed5e-1fdb-4fbd-be8f-a0582e398598

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, માનવ જીવન માટે જરૂરી એવું પાણી આ ગ્રહ પર ઉપલબ્ધ નથી. કારણકે આ ગ્રહ ઘણો મોટો છે.

ઉલ્લેખની છે કે 2009માં નાસા દ્વારા સૌર મંડળની બહાર પૃથ્વી જેવા ગ્રહો શોધવા માટે કેપ્લર લોન્ચ કરવામાં આવ્યું હતું.