ચંદીગઢ માં મોદી કરશે યોગ

વિશ્વ યોગ દિન આ દિવસને 190 દેશો નું સમર્થન મળ્યું છે.21 મી જુન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા માં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદીગઢ માં યોગ કાર્યક્રમ માં ભાગ લઈને યોગ ક્રિયાઓ કરશે.

પહેલું સુખ એ તંદુરસ્તી છે.અને રોગ ને દુર ભગાવવા માટે યોગ એ ઉત્તમ ક્રિયા હોવાનું કહેવાય છે.વિશ્વ યોગ દિવસ 21મી જુન નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદીગઢ માં યોગ કરશે જયારે મોદી સરકારના પ્રધાનો પણ અલગ અલગ યોગ નાં કાર્યક્રમો માં ભાગ લેશે.ભારત સહિત યોગ દિવસને સમર્થન આપનાર દેશો માં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

2fcfaad8-90a2-4cce-912b-052db9bda80a

21 જુન મંગળવાર નાં દિવસે સવારે 6:30 કલાકે એક સાથે સેંકડો લોકો યોગ કરીને આ દિવસની ઉજવણી કરશે.યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે દિલ્હીમાં યોગ દિવસનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.જેમાં યોગગુરુ બાબા રામદેવ,ગીતકાર કૈલાશ ખેર,ભાજપા સાંસદ મીનાક્ષી લેખી અને બાબુ સુપ્રિયો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે બાબા રામદેવે કૈલાશ ખેરના ગીત પર પણ યોગ કર્યા હતા.

વિશ્વ યોગ દિન ની ઉજવણી માટે દેશભરમાં તૈયારિયો શરૂ કરવામાં આવી છે.અને લાખો લોકો તેમાં જોડાશે તેવી ધારણા વ્યક્ત કરાઈ રહી છે.ગુજરાતમાં પણ અમદાવાદ,રાજકોટ,વડોદરા,ભરૂચ,સુરત સહિત નાં શહેરો માં પણ યોગ દિવસની ઉજાણી કરવામાં આવશે.