ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ખોડલ ધામ મહિલા કમિટી દ્વારા ધો ૧૦ અને ધો ૧૨ પછી કારકિર્દી શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર GIDC ખાતે આવેલ સરદાર પટેલ સમાજની વાડી ખાતે શિબિર યોજાઈ હતી.જેમાં ૧૫૦ થી વધુ વિદ્યર્થીઓએ ભાગ લીધો હતો.તથા તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
આ શિબિર માં અંકલેશ્વર GIDC,અંકલેશ્વર ટાઉન, રાણીપુરા, ઝઘડિયાથી પાટીદાર સમાજના વિદ્યર્થીઓ,સરદાર પટેલ ભવન સમાજની વાડીના ટ્રસ્ટીઓ ભીખુભાઈ ગજેધરીયા, મનસુખભાઈ વેકરીયા, હસમુખભાઈ દુધાત,અશોકભાઈ વીરડીયા (શિક્ષક),ખોડલધામ ભરૂચ જિલ્લા સમાજના પંકજ ભુવા ઉપરાંત પાટીદાર સમાજના અગ્રણી યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહયા હતા.
સમાજના વિદ્યાર્થીઓ શિબિરમાં ભાગ લઈ શ્રેષ્ઠ કારકીર્દીનું નિર્માણ કરે તેવા આશય સાથે ખોડલધામ મહિલા કમિટી દ્વારા આયોજીત સેમીનારને ખુબ સારો પ્રતિભાવ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આપ્યો હતો.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/ae9554c8-6796-4af8-9ca2-ba2c92084c1e-1024x768.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/d218dff9-4c68-43fb-8978-6caa7a2baf9e-1024x768.jpg)