સૌરાષ્ટ્રમાં આ વર્ષે ખેતીલાયક વરસાદ ઓછો પડ્યો છે. તેથી, સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપતા દિવસના આઠ કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી, ખેડૂતો તેમના પાકની યોગ્ય સાચવણી કરી શકે.

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજળી અને પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો તેઓ આખી દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત ધરાવે છે.

unnamed (7)

સૌરાષ્ટ્રના 5000 ગામોના 6 લાખથી વધુ ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે ‘સૌની યોજના’ નામે યોજના શરૂ કરી છે. જે આગામી 30 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ કરવામાં આવશે.