ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામના વ્હાઇટ હાઉસ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

4434f461-17d7-4f6c-85b1-b502c9972e98

આ પ્રસંગે BTP ના પ્રદેશ પ્રમુખ અને જિલ્લા તેમજ તાલુકા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી.જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભરૂચના રાજેશ સોમાભાઈ વસાવા ની નિમણુંક કરવામાં આવી હતી.આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના પ્રમુખોની નિમણુંક પણ કરવામાં આવી હતી.

BTP ના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ મહેશ વસાવા એ જણાવ્યુ હતુ કે જેડીયુ સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભા સહિત દેશના અન્યો રાજ્યોમાં યોજાનાર ચૂંટણી માં ઝંપલાવવાનું જણાવ્યુ હતુ,તેમજ ગુજરાત રાજ્યની વિધાનસભા ની તમામ 182 સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી તેઓએ દર્શાવી હતી.