સુરત વરેલી લઠ્ઠાકાંડમાં બુટલેગરો સાથે સાંઠગાંઠ માં ફસાયેલા અને બરતરફ થયેલા પોલીસ એ.એસ.આઇ. પ્રકાશ પાટીલ ઉર્ફે માંજરીની સંપતિની તપાસ કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીની અંડરમાં થયેલી તપાસમાં પ્રકાશ પાટીલ પાસેથી 200 વિઘા જમીન સહિત 284 ટકાથી વધુની સંપતિ મળી આવી હતી. હજુ તપાસ ચાલુ હોય સંપતિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

jamadar

પોલીસે મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. પ્રકાશચંદ્ર રઘુનાથ પાટીલ બ.ન.598(હાલ ફરજ મોકુફ)ને દેશી વિદેશી દારૂના બુટલેગર સાથે ની સાંઠગાંઠ થકી અપ્રમાણસર મિલક્તો વસાવી હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. જેથી તેની વિરુદ્ધ તપાસ કરવામાં આવતા પ્રકાશ પાટીલને ફરજ મોકુફ કરાયા હતા. ફરજ કાળ દરમિયાન વર્ષ 2008 થી 2016 સુધી તેઓએ અનેક મિલકતો વસાવી હતી. જેના લેખિત અને મૌખિક પુરાવા મળ્યા હતા.

પ્રકાશચંદ્ર પાટીલની તપાસ દરમિયાન તેમની પાસેથી 200 વિઘા જમીનના કાગળ મળી આવ્યા હતા. આ સહિત તેમના પરિવારના સભ્યોના નામે અનેક મિલકતો મળી આવી હતી. જેની ટકાવારીની દ્રષ્ટીએ તેમની આવક કરતા 284.41 ટકા જેટલી સંપતિ વધુ મળી આવી હતી. હાલ પોલીસ બીજી સંપતિની તપાસ કરી રહી છે. જેમાં વધારે પ્રમાણમાં આંકડો બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

મળી આવેલી મિલકતો ની યાદી :-

– પત્નીના નામે પલસાણા ગામે બ્લોક નં.510/એમાં આવેલ 1265 ચો.મી.નો એન.એ.થયેલ પ્લોટ

– પ્રકાશના નામે ડુંભાલ ગામના સર્વે નં.69/1, તથા બ્લોક નં.91માં આવેલ જલારામ વિભાગ-3 પ્લોટ નં.69નો પ્લોટ

– પત્નીના નામે ડુંભાલ ગામના સર્વે નં.70/1, તથા બ્લોક નં.91માં આવેલ જલારામ વિભાગ-3, પ્લોટ નં.70નો પ્લોટ

– પુત્રના નામે પલસાણા ગામે બ્લોક નંબર 510/બી આવેલ પ્લોટ નં.બી 1264 ચો.મી.નો એન.એ થયેલ જમીન પર આશરે 418.21 ચો.મી.નું મકાન

– પત્નીના નામે ચલથાણ ગામે બ્લોક નં.145/બ માં આવેલ પ્લોટ નંબર 17,18,19

– પુત્રના નામે ડુંભાલ ગામના સર્વે નં.69/70ના જમીન ઉપર આવેલ પ્લોટ નં.195,196,197, ઉપર આવેલ જગદંબિકા એપાર્ટમેન્ટના ભોય તળીયે આવેલી દુકાન નંબર 7

– પુત્રના નામે પલસાણા ગામે બ્લોક નં.508ના સબ પ્લોટ નં.18,19,20,21

– પત્નીના નામે પલસાણા ગામે બ્લોક નં.508ના સબ પ્લોટ નં.22,23,24,25

– પ્રકાશ તથા તેની પત્નીના નામે પ્લોટ નં.69/70 જલારામ સોસાયટી-3, નેમીનાથ નગરની સામે ડુંભાલ સુરતનું ઘર

– પ્રકાશના રહેણાંક મકાન જલારામ વિભાગ-3, પ્લોટ નંબર 69/70માં કરેલ બાંધકામવાળુ મકાન

– પત્ની તથા પુત્રના નામે પલસાણા ખાતે બ્લોક નંબર 510માં પ્લોટ નં.એ/બીમાં કરેલ બાંધકામ

આ મિલકતો તપાસવાની બાકી :-

પ્રકાશચંદ્ર પાટીલે વસાવેલ ઘરવખરી તેમજ અન્ય પુત્ર/પુત્રીઓના અભ્યાસ ખર્ચ તેમજ પુત્રીના લગ્નનો ખર્ચ, લાઈટબીલ, કુટુંબના તમામ સભ્યોના મોબાઈલ ફોન બીલ ખર્ચ તથા અન્ય રોકાણનો ખર્ચ ગણતરીમાં લેવાનું બાકી છે. જેથી અપ્રમાણસર સંપતિ 284.41 ટકામાં બધુ ગણવામાં આવે તો વધારો થઈ શકે તેમ છે. જેથી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.⁠⁠⁠⁠