ગીર ગઢડાના જામવાલા ગામે આવેલા જામજીરના ધોધમાં યુવક ડૂબી ગયો હતો. જેની શોધખોળ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. યુવક દીવના વનાકબારા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની રજા હોવાથી 20 જેટલા યુવકો દીવથી જામજીર મજા માણવા માટે આવ્યા હતા. ત્યારે ભાવિન રામજી સોલંકી નામનો યુવક ધોધના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
ગીર ગઢડા નજીક ધોધના પાણીમાં ડૂબ્યો યુવક
